'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય છે કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે.
'ભેદી પિયા' નવલકથાની શરૂઆત પરિણયમાં બંધાયા પછી અરીબ તેની પત્ની સિયાને લઈને રાજેસ્થાનના એક રિસોર્ટમાં જાય છે, જ્યાંથી ભેદી પિયાનો ભેદી ખેલ શરૂ થાય છે. આ રિસોર્ટની પાછળ તિતલગઢ રાજ્યનો રસ્તો હોય છે, જ્યાંથી સિયા તિતલગઢ પહોંચી જાય છે. ત્યાં જઈને તેની ઉપર ડાકણ હોવાના આરોપ લાગે છે અને તેને જીવતી સળગાવી દેવાની ચેષ્ટા કરવામાં આવે છે. એ સમયે અરીબ ત્યાં આવીને તેને બચાવી લે છે પણ ગામની વૃદ્ધા દ્વારા સિયાને શ્રાપ આપવામાં આવે છે.
જે સમયથી સિયાને શ્રાપ મળે છે, એ સમયથી સિયા તેના પતિ અરીબ સાથે શ્રાપનો ભોગ બને છે અને અહીંથી શરૂ થાય છે સિયા અને અરીબનો હવેલી સફર! જ્યાં તેમની મુલાકાત મહારાજ અભિનંદન અને મહારાણી અનુપમાદેવી સાથે થાય છે. ભેદી પિયાનો ખેલ શરૂ હોવાને લીધે અરીબ મહારાણી અનુપમાદેવીને સિયા સમજે છે અને સિયા મહારાજ અભિનંદનને અરીબ સમજે છે. તિતલગઢ રાજ્યને મહારાણી અનુપમાદેવીનો શ્રાપ મળ્યો હોય છે, જેને લીધે આખા તિતલગઢની પ્રજા આત્મા બનીને આ રાજ્યમાં ભટકી રહી હોય છે.
શ્રાપની સચ્ચાઈ વિશે જ્ઞાત થતાં જ સિયા તિતલગઢ રાજ્યને શ્રાપમાંથી મુક્ત કરાવવાની કોશિશ કરવા લાગે છે, જેમાં અરીબ દ્વારા ખુદની મરજીથી સાથ આપવામાં આવતો નથી. શ્રાપમાંથી મુક્તિ અપાવવાની કોશિશ દરમિયાન સિયા આગળ અનેક રહસ્ય ગાજી દ્વારા ખોલવામાં આવે છે અને તેને જ્ઞાત થાય છે કે તે આ રાજ્યની નવમી પેઢીની પુત્રવધુ છે. તે આ જાણીને અરીબને સચ્ચાઈ જણાવી શકતી નથી કે તે આ રાજ્યની નવમી પેઢીનો રાજકુમાર છે. સિયા દ્વારા અનેક કોશિશ કરવામાં આવે છે અને તિતલગઢ રાજ્યને શ્રાપમાંથી મુક્તિ અપાવવામાં આવે છે. આ દરમિયાન અરીબ અને સિયાના પ્રેમની દાસ્તાનમાં જે ઉથલપાથલ થાય છે, તે ખરેખરમાં દિલોદિમાગમાં ઝણઝણાટી ઊભી કરી દે છે.
આજના સમયમાં રહસ્યો અને થ્રીલરથી ભરેલી અનેક નવલકથાઓ લખવામાં આવે છે પણ 'ભેદી પિયા' નવલકથા તેના નામની જેમ જ ભેદી છે. છેલ્લે સુધી તેના રહસ્યો અકબંધ રહે છે અને વિચારવા કરતાં કંઈક અલગ જ મોડ ઉપર જઈને ઊભા રહે છે, ત્યારે આ નવલકથા વધુ રસપ્રદ બની જાય છે. આવી અદભુત ગુંથણી અને અનેક ચઢાવ ઉતારથી ભરેલી આ નવલકથાની અનેક આવૃત્તિઓ છપાય તેમજ તેમની કલમ દ્વારા આવી અદ્દભુત નવલકથાઓનું સર્જન થતું રહે એવી શુભેચ્છા.
Título : ભેદી પિયા - અતીતનો પડછાયો
EAN : 9798223463658
Editorial : Nirmohi publication
El libro electrónico ભેદી પિયા - અતીતનો પડછાયો está en formato ePub
¿Quieres leer en un eReader de otra marca? Sigue nuestra guía.
Puede que no esté disponible para la venta en tu país, sino sólo para la venta desde una cuenta en Francia.
Si la redirección no se produce automáticamente, haz clic en este enlace.
Conectarme
Mi cuenta