Pantalla :
રુહાનુંબંધ નોવેલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે, જેની અંદર 16 વર્ષની માસૂમ કૃતિ એક હૈવાનની હવસનો શિકાર બને છે અને ત્યારબાદ તેના દ્વારા તેને નીચે ફેંકી દેવામાં આવે છે. પીઆઈ પ્રયાગ અને ડૉ. વિહિતા આ કેસ ઉકેલવા માટે કોશિશ કરી રહ્યાં હોય છે, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ બંને સાથે મળીને આ કેસ...
કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસાર જ પોતાની જિંદગી જીવે! આ બધું સાંભળીને મનમાં એક જ વિચાર આવે કે આ બધું સંભવ છે કે નહિ! અત્યારના સમયમાં અથવા વીતેલા...
કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે. કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા 'ખુદ્દારી'માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી...
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. 'કારગિલ' વાર્તા દેશપ્રેમને દર્શાવે...
આ રહસ્ય કથામાં વૈજ્ઞાનિક અભિગમ છે. નામ પ્રમાણે "દૃશ્ય-અદૃશ્ય" સાથે જોડાયેલ છે,પણ અહીં પારસમણિ કે જાદુઈ ચિરાગથી અદૃશ્ય થવાની વાત નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો,શોધનો અભિગમ છે. પ્રેમકથા પણ છે,દેશપ્રેમ પણ છે. સતનો અસત પર વિજય પણ છે. સદાય પડકાર ઝીલી લેવાની ઝીંદાદીલીથી સભર, ભારતના શાતિર જાસૂસોને પણ ગૌરવ પ્રદાન...
મારી ટૂંકી વાર્તાઓનું પ્રથમ પુસ્તક 'ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ' આપ સૌ સમક્ષ રજૂ કરતાં અનહદ આનંદની અનુભૂતિ કરી રહી છું. મારા દ્વારા જોયેલા કિસ્સા, અનુભવેલા સંબંધો, જાણેલું અને જોયેલું ઘણું બધું મારા વિચારોને આધીન કંડારીને વાર્તાઓ સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું. વિવિધ પાત્રો એ લેખકની કલમની કરામત હોય છે. મેં મારા...
"પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય" નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી 'શિવ' દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને તેનું ડગલે ને પગલે અપમાન અને તિરસ્કાર...
આદિયોગી - દિવ્ય પ્રેમગાથા એક ગાંધર્વ અભીરથ અને ઋષિ કન્યા અવંતિકાની પ્રેમગાથા છે. જેના કરતાં ધરતાં સ્વયં મહાદેવ અને માતા પાર્વતી છે. અભીરથ અવંતિકા માટે મહાદેવનો સંદેશ લઈને પૃથ્વીલોક પર આવે છે ને ત્યાં આવીને ત્યાં સ્થિત મઢીમાં વશે છે. ત્યાં આવ્યા બાદ અવંતિકા સાથે મળીને દરેક સમસ્યાઓની સામનો કરે છે ને તે બંનેને એકબીજાથી પ્રેમ...
Puede que no esté disponible para la venta en tu país, sino sólo para la venta desde una cuenta en Francia.
Si la redirección no se produce automáticamente, haz clic en este enlace.