મારી ટૂંકી વાર્તાઓનું પ્રથમ પુસ્તક 'ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ' આપ સૌ સમક્ષ રજૂ કરતાં અનહદ આનંદની અનુભૂતિ કરી રહી છું. મારા દ્વારા જોયેલા કિસ્સા, અનુભવેલા સંબંધો, જાણેલું અને જોયેલું ઘણું બધું મારા વિચારોને આધીન કંડારીને વાર્તાઓ સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું. વિવિધ પાત્રો એ લેખકની કલમની કરામત હોય છે. મેં મારા વિવિધ પાત્રોને મારી કલ્પનાના રંગથી નિતારીને તૈયાર કર્યા છે. એક સારો બોધ આપે અને એક પોઝિટિવ મેસેજ છોડે એવી મારી અપેક્ષાથી કામ કર્યું છે. દરેક વાર્તાની રજૂઆત અને વર્ણન એકમેકથી અલગ તેમજ અનોખા છે. એકાદ બે વાર્તામાં સત્ય ઘટનાના અંશને અર્ક તરીકે સ્વીકારીને પાત્રને મેં મારી રીતે ઘડ્યું છે.
અમદાવાદની નામાંકિત શાળા 'શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય' માં આસિસ્ટન્ટ ટીચર તરીકે છેલ્લા 27 વર્ષથી કાર્યરત છું. અનેકવિધ વાલીઓના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સમસ્યાઓ, એમના જીવનમાં ઉદ્દભવતી બાબતો, એમને નડતરરૂપ બનતા પારિવારિક કિસ્સાઓ, એ મારી સાથે ચર્ચા કરતા હોય છે અને એમાંથી જ મને વિચાર બીજ પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં આજની યુવા પેઢી મોજ અને મનોરંજનની પાછળ ઘેલી બની છે. સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરે છે. પોતાની જાતને પણ એ સેલિબ્રિટી જેવી રજૂ કરવા માટે મેકઅપનો, અન્ય એપનો સહારો લે છે. પોતાના જીવનના નાના નાના કિસ્સાને પબ્લિક સમક્ષ રજૂ કરી પોતે પણ એક સેલિબ્રિટી હોય એવું એ વિચારતી હોય છે. મારા યુવા વિદ્યાર્થીઓના માનસને મેં વાર્તા તરીકે વર્ણવીને ઓપ આપ્યો છે. કોઈક વાર્તાની અંદર સંસ્કારોનું ઉદ્દીપન છે, ક્યાં શિક્ષણના તેજથી પ્રજ્વલિત બની કમાતી પેઢીનો અહમ પણ દર્શાવવામાં આવ્યો છે અને એના દ્વારા જે કાર્યો થાય છે એના પરિણામમાંથી એ શીખે છે એ વસ્તુ પણ સમજાવાઈ છે. ગ્રામીણ સંસ્કૃતિની અંદર શિક્ષણ ઓછું હોય પણ સમજણ કેવી તેજ છે, એ વાત ભાવપૂર્ણ પાત્ર લેખન દ્વારા રજુ કરી છે. પોતે કુશાગ્ર અને બુદ્ધિશાળી હોય, પતિ અને પરિવાર પણ તેજસ્વી હોય પણ પોતાનું સંતાન અભ્યાસનો જે પ્રવાહ પસંદ કરીને આગળ વધવા આચરણ કરે છે, ત્યારે શું પરિણામ આવે એની પણ આજના જમાનાને તર્કસંગત વાર્તા તરીકે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યાંક સ્ત્રીની સમર્પણની ભાવના રજૂ થઈ છે, તો ક્યાંક સ્ત્રીની સમયસૂચકતાપૂર્ણ વર્તનથી પરિવારને હેમખેમ પાર કરવાની મનોવૃત્તિની અભિવ્યક્તિ કરી છે. એક ભારતીય અને બીજી પરદેશની વ્યક્તિ ભગવદ્દ ગીતાના માધ્યમથી એક થયાં છે, એક અનોખી વાર્તા પણ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ થયો છે.
મારી દરેક વાર્તાની રચનામાં મારું ઊંડું મનોમંથન અને વિચારશીલતાપૂર્ણ અભિવ્યક્તિ પ્રતીત થશે. મારી આ રચનાઓ આપ સૌને પણ પસંદ આવશે એવી મને અપેક્ષા છે. આપના પ્રતિભાવો આવકાર્ય રહેશે અને આપના પ્રતિભાવ મને વધારે સુંદર લખાણ લખવા માટે પ્રેરશે ને મારું પીઠબળ બની રહેશે.
Título : ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ
EAN : 9798224202133
Editorial : Nirmohi publication
El libro electrónico ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ está en formato ePub
¿Quieres leer en un eReader de otra marca? Sigue nuestra guía.
Puede que no esté disponible para la venta en tu país, sino sólo para la venta desde una cuenta en Francia.
Si la redirección no se produce automáticamente, haz clic en este enlace.
Conectarme
Mi cuenta