'શબ્દો એ શિવની દેન છે, જ્યાંથી શરૂઆત ત્યાંથી અંત પણ છે.' આવી જ એક સુંદર અને વાસ્તવિક ઘટનાઓનું ચિત્રણ કરતી નવલકથાનું સર્જન દર્શના જરીવાળા દ્વારા કરવામાં આવ્યું છે.
આમ તો દર્શના જરીવાળા ગૃહિણી તરીકે તેમનું જીવન પસાર કરી રહ્યાં છે, તેમનો અભ્યાસ દસમા ધોરણ સુધીનો છે પણ તેમની વિચારશક્તિ આકાશ આંબે એટલી ઊંચી છે. જે તેમની નવલકથા 'An untoward incident - અનન્યા' વાંચીને સમજાઈ ગયું છે.
નવલકથાની શરૂઆત ઝંખનાના સ્વપ્નથી થાય છે. તેને આત્માઓ સ્વપ્નમાં આવે છે. એક દિવસ કૅફેની અંદર આવેલા વોશરૂમમાં તે આત્માથી રૂબરૂ થાય છે પણ તે સમજી શકતી નથી અને ડરી જાય છે. મીરર ઉપર જ્યારે એ આત્મા "હેલ્પ મી" લખે છે, ત્યારે તો ઝંખનાના છક્કા છૂટી જાય છે. ત્યારબાદ તે જ છોકરીને કોઈ પકડીને લઈ જતું હોય તેવો એને ભ્રમ થાય છે. આ બધી વાતોને લીધે તેની હાલત બગડતી જાય છે અને તેના પતિ સોહમ દ્વારા તેનો ઇલાજ મનોચિકિત્સક પાસે કરાવવામાં આવે છે.
આ દરમિયાન તેના દીકરા અમિતની મુલાકાત આરાધ્યા સાથે થાય છે અને તે તેનો દીવાનો બની જાય છે. આરાધ્યાનું નામ ખબર ન હોવાને લીધે તે તેને 'એક્ટિવા ગર્લ' તરીકે સંબોધે છે. એક દિવસ અમિતની પિતરાઈ બહેન ગુંજન તેના ઘરે આવે છે અને આરાધ્યા તેની સહેલી હોય છે. જેને લીધે અમિત અને આરાધ્યા વચ્ચે મુલાકાત થતી રહે છે.
નવલકથાનો વળાંક તો ત્યારે આવે છે જ્યારે અનન્યાની આત્મા ઝંખનાથી રૂબરૂ થાય છે. ઝંખના તેની મદદ કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવા લાગે છે પણ તેના પતિ સોહમ દ્વારા તેને રોકી દેવામાં આવે છે. સોહમ તેનાથી નારાજ થઈ જાય છે ને અડધી રાત્રે બહાર બાલ્કનીમાં જઈને સિગારેટ પીવા લાગે છે. ત્યારબાદ ઝંખનાને કોઈપણ આત્માની મદદ કરવા માટે મનાઈ કરે છે.
ઝંખના ફરી એકવાર આત્માઓની મદદ કરવાનું બંધ કરી દે છે. આ વચ્ચે વર્ષો પહેલાં ઘટેલી ઘટનાઓ સોહમ આગળ જીવંત બને છે અને તે ઝંખનાને ખોવાથી ડરવા લાગે છે. ઝંખના અનન્યાની કોઈ મદદ કરતી નથી અને તે આત્માઓને જોઈ શકે છે, એ વાત ગુંજન સાંભળી લે છે અને એ પણ જાણી જાય છે કે અમિત આ વાતથી અજાણ છે.
આગળ જતાં અનન્યાની આત્મા અમિતને દેખાવા લાગે છે અને તેની સચ્ચાઈથી રૂબરૂ કરાવવાની કોશિશ કરે છે પણ સમય પર ઝંખના આવી જાય છે અને અનન્યાને ત્યાંથી જવું પડે છે. ઝંખના અમિતની બારીમાં રક્ષા કવચ બાંધી દે છે અને અનન્યા ઘરમાં આવતી રોકાઈ જાય છે.
બીજા દિવસે આરાધ્યાને દરવાજા ઉપર જોઈને અમિત અનન્યા નામથી બોલાવે છે, ત્યારે આરાધ્યા તેની ઉપર ગુસ્સે થઈ જાય છે અને ત્યાંથી જતી રહે છે. રાત્રે અનન્યા અમિતના રૂમની બારીની બહાર હોય છે, જેને જોઈને અમિત બારીમાં બાંધેલ રક્ષા કવચ છોડી દે છે અને અનન્યા તેના રૂમમાં પ્રવેશે કરે છે ને પછી તેની આપવીતી કહેવાની શરૂઆત કરે છે. આ દરમિયાન અમિતને જાણ થાય છે કે તેનો મિત્ર રાકેશ શર્મા અનન્યાનો પ્રેમી હતો અને તે પણ તેની જેમ ગાયબ હતો.
અનન્યા અમિતને તેની આપવીતી જણાવે છે. તેની સાથે થયેલા અપરાધ વિશે જણાવે છે. છેલ્લે ઝંખના તેની મદદ કરવા માટે તૈયાર થાય છે અને અમિતના શરીરમાં પ્રવેશીને અનન્યા તેના અપરાધીઓને સજા આપે છે પણ રાકેશને શોધી શકતી નથી.
આવી રોમાંચક નવલકથા વાંચીને ખૂબ જ આનંદ થયો. દર્શના જરીવાળા દ્વારા વર્ણવવામાં આવેલ દરેક ઘટનાઓ હૃદયને સ્પર્શી જાય છે અને એક રોમાંચક દુનિયામાં લઈ જાય છે.
Título : An Untoward incident - અનન્યા
EAN : 9798227383556
Editorial : Nirmohi publication
El libro electrónico An Untoward incident - અનન્યા está en formato ePub
¿Quieres leer en un eReader de otra marca? Sigue nuestra guía.
Puede que no esté disponible para la venta en tu país, sino sólo para la venta desde una cuenta en Francia.
Si la redirección no se produce automáticamente, haz clic en este enlace.
Conectarme
Mi cuenta