સર્જક રમણલાલને સલામ કરવાનું મન એ બાબતે થાય છે કે તેમણે ગુજરાતી બાળકોને પરિઓના દેશમાંથી, રાક્ષસોના પંજામાંથી, વાઘ-સિંહના મોં માંથી, ડોશીની દાબડી અને જાદુઈ લાકડીના ઉડન ખટોલામાંથી બહાર કાઢીને વાસ્તવિક્તાની ધરતી પર વિચરણ કરાવ્યું છે. હા ! આટલું ખરું કે કલ્પનાજન્ય બાબતોનો સહારો જરૂર લીધો છે; પણ વિમાનને take OFF કરાવવા જેટલો જ!
આ વાર્તાઓમાં પંચતંત્ર હિતોપદેશની શૈલી, ઔપનિષદિક જિજ્ઞાસાવૃત્તિ જાતક કથાઓની છાંટ, પુરાણોના મિથકનો વિનિયોગ જોવા મળે છે. સંગ્રહની મોટાભાગની વાર્તાઓના મંડાણ રસિકદાદાના પીપળાના ઓટલે થાય છે. પછી પ્રદેશ-દેશ-વિશ્વની ભૂગોળ અને તેમના લસરકા જેવા જ્ઞાન વિજ્ઞાન અને સામાજિક સંદર્ભોને સ્પર્શતી સ્પર્શતી સુખાંત પામે છે. મસ્તરામની વાર્તાસૃષ્ટિ પર નજર ફેરવીએ તો –
'પ્રાણી ભારત રત્ન અને પદ્મભૂષણ સન્માન ભાગ એક થી ત્રણ' માં પસાર થતાની સાથે જ એક પ્રતીતિ જરૂર થાય કે આજે પણ મનુષ્યજાતિને માર્ગદર્શન આપવા પ્રાણીઓથી વધારે હાથવગું ઉપકરણ એકપણ નથી. આ વાર્તામાં ગેંડા મુખમાં મુકાયેલો એક સંવાદ માણીએ - "આપણે ક્યાં આલીશાન બંગલામાં રહેવું છે? કે આપણે ક્યાં સોના-ચાંદી, હીરા-માણેક કે મોતીના શણગાર સજવા છે? આપણે તો સોનું યા માટી, હીરા અને પથરા બધું જ સરખું લાગે છે. બીજી એક વાત આપણા બરાબર નાક ઉપર ભગવાને શિંગડું આપ્યું છે, છતાં આપણે ક્યારેય ભગવાનને ફરિયાદ કરી ખરી?"
Título : રસિકદાદાનાં રસગુલ્લાં - ૦૧
EAN : 9798227430311
Editorial : Nirmohi publication
El libro electrónico રસિકદાદાનાં રસગુલ્લાં - ૦૧ está en formato ePub
¿Quieres leer en un eReader de otra marca? Sigue nuestra guía.
Puede que no esté disponible para la venta en tu país, sino sólo para la venta desde una cuenta en Francia.
Si la redirección no se produce automáticamente, haz clic en este enlace.
Conectarme
Mi cuenta