Pantalla :
કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે. કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા 'ખુદ્દારી'માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી...
યાદ તો સતાવે જ ને.. કાવ્ય સંગ્રહ જીજ્ઞા કપુરિયા 'નિયતી' દ્વારા લખવામાં આવે છે. જેની અંદર ખૂબ જ સરસ મજાની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કાવ્ય સંગ્રહમાં સમાવેશ કાવ્ય જૂનું ગોદડું એ ખૂબ જ પ્રખ્યાત થયું છે. તે ભારતીય અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયું છે. આ પુસ્તકમાં સમાવેશ દરેક કાવ્ય ખૂબ જ સુંદર અને પ્રતિભા...
કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસાર જ પોતાની જિંદગી જીવે! આ બધું સાંભળીને મનમાં એક જ વિચાર આવે કે આ બધું સંભવ છે કે નહિ! અત્યારના સમયમાં અથવા વીતેલા...
કાલો - ધ નૂર ઓફ કુલભાટા નવલકથા રાજસ્થાનના રણમાં વસેલા કુલભાટા ગામની છે, જ્યાં કાલો નામની ખૂબજ ભયાનક ડાકણ થઈ ગઈ, તેની વાસ્તવિકતાની જુબાની આ કહાની છે. નવલકથાની શરૂઆત કાલો નામની ડાકણ દ્વારા જે કુંવારી કન્યાઓની બલી ચડાવવામાં આવતી હતી, ત્યાંથી લઈને કરવામાં આવી છે. ત્યારબાદ તાંત્રિક દ્વારા આ ડાકણને મારીને કેદ...
રુહાનુંબંધ નોવેલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે, જેની અંદર 16 વર્ષની માસૂમ કૃતિ એક હૈવાનની હવસનો શિકાર બને છે અને ત્યારબાદ તેના દ્વારા તેને નીચે ફેંકી દેવામાં આવે છે. પીઆઈ પ્રયાગ અને ડૉ. વિહિતા આ કેસ ઉકેલવા માટે કોશિશ કરી રહ્યાં હોય છે, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ બંને સાથે મળીને આ કેસ...
આદિયોગી - દિવ્ય પ્રેમગાથા એક ગાંધર્વ અભીરથ અને ઋષિ કન્યા અવંતિકાની પ્રેમગાથા છે. જેના કરતાં ધરતાં સ્વયં મહાદેવ અને માતા પાર્વતી છે. અભીરથ અવંતિકા માટે મહાદેવનો સંદેશ લઈને પૃથ્વીલોક પર આવે છે ને ત્યાં આવીને ત્યાં સ્થિત મઢીમાં વશે છે. ત્યાં આવ્યા બાદ અવંતિકા સાથે મળીને દરેક સમસ્યાઓની સામનો કરે છે ને તે બંનેને એકબીજાથી પ્રેમ...
પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા શિલ્પકારો એ કરી કે જેઓએ એકવાર કોઈ વસ્તુ જમીનમાં છુપાવી ત્યારબાદ...
આ રહસ્ય કથામાં વૈજ્ઞાનિક અભિગમ છે. નામ પ્રમાણે "દૃશ્ય-અદૃશ્ય" સાથે જોડાયેલ છે,પણ અહીં પારસમણિ કે જાદુઈ ચિરાગથી અદૃશ્ય થવાની વાત નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો,શોધનો અભિગમ છે. પ્રેમકથા પણ છે,દેશપ્રેમ પણ છે. સતનો અસત પર વિજય પણ છે. સદાય પડકાર ઝીલી લેવાની ઝીંદાદીલીથી સભર, ભારતના શાતિર જાસૂસોને પણ ગૌરવ પ્રદાન...
મારી ટૂંકી વાર્તાઓનું પ્રથમ પુસ્તક 'ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ' આપ સૌ સમક્ષ રજૂ કરતાં અનહદ આનંદની અનુભૂતિ કરી રહી છું. મારા દ્વારા જોયેલા કિસ્સા, અનુભવેલા સંબંધો, જાણેલું અને જોયેલું ઘણું બધું મારા વિચારોને આધીન કંડારીને વાર્તાઓ સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું. વિવિધ પાત્રો એ લેખકની કલમની કરામત હોય છે. મેં મારા...
આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો. હું જ્યારે લાઘવિકા લખી રહી હતી...
રહસ્યકથામાં રહસ્ય એ હોય છે કે તેમાં નાયક અને પાત્રો સાથે વાંચક પણ વાર્તા તત્વનાં આડબીડમાં ગૂંચવાતો ફરે છે. રહસ્ય ઘેરાતું જાય સાથે જિજ્ઞાસાની તીવ્રતાનો પારો ઉંચે ચડતો જાય. ઘટસ્ફોટ થાય ત્યારે "અરે!! આ? ઓહ!" ના ઉદગારો સાથે વાંચક પરિતૃપ્તિએ પહોંચી જાય છે.
નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. 'કારગિલ' વાર્તા દેશપ્રેમને દર્શાવે...
રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમશે.પહેલા પ્રકરણથી સાવ સામાન્ય ઘટનાથી શરુ થતી નવલકથા અચાનક એક પછી એક રહસ્ય મૂકી વાચકોની ઇન્તેજારી વધારી...
'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય છે કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે. 'ભેદી પિયા' નવલકથાની શરૂઆત પરિણયમાં બંધાયા પછી અરીબ તેની પત્ની સિયાને લઈને રાજેસ્થાનના એક...
"પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય" નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી 'શિવ' દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને તેનું ડગલે ને પગલે અપમાન અને તિરસ્કાર...
'અભિવ્યક્તિ' વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. વાર્તાના લેખક સુભાષચંદ્ર ચુનીલાલ ઉપાધ્યાય મૂળે કવિજીવ છે. એમણે વાર્તાઓ કરતાં વધુ કાવ્યો લખ્યાં છે, એટલે દરેક વાર્તાઓમાં એમની કલમમાંથી પ્રગટતો શબ્દ કવિસ્પર્શ પામીને વાર્તાને લાગણીથી ભરી ભરી બનાવે છે. સંગ્રહની દરેક વાર્તાની ઘટના કોઈને કોઈ વાસ્તવની ભૂમિ પર મંડાયેલી છે. વિવિધ ઘટનાપ્રેરિત...
સર્જક રમણલાલને સલામ કરવાનું મન એ બાબતે થાય છે કે તેમણે ગુજરાતી બાળકોને પરિઓના દેશમાંથી, રાક્ષસોના પંજામાંથી, વાઘ-સિંહના મોં માંથી, ડોશીની દાબડી અને જાદુઈ લાકડીના ઉડન ખટોલામાંથી બહાર કાઢીને વાસ્તવિક્તાની ધરતી પર વિચરણ કરાવ્યું છે. હા ! આટલું ખરું કે કલ્પનાજન્ય બાબતોનો સહારો જરૂર લીધો છે; પણ વિમાનને take OFF...
'શબ્દો એ શિવની દેન છે, જ્યાંથી શરૂઆત ત્યાંથી અંત પણ છે.' આવી જ એક સુંદર અને વાસ્તવિક ઘટનાઓનું ચિત્રણ કરતી નવલકથાનું સર્જન દર્શના જરીવાળા દ્વારા કરવામાં આવ્યું છે.આમ તો દર્શના જરીવાળા ગૃહિણી તરીકે તેમનું જીવન પસાર કરી રહ્યાં છે, તેમનો અભ્યાસ દસમા ધોરણ સુધીનો છે પણ તેમની વિચારશક્તિ આકાશ આંબે એટલી ઊંચી છે. જે...
Puede que no esté disponible para la venta en tu país, sino sólo para la venta desde una cuenta en Francia.
Si la redirección no se produce automáticamente, haz clic en este enlace.